Add parallel Print Page Options

યહોવાને આધીન થાઓ

“આજે હું તમને જે બધી આજ્ઞાઓ જણાવું છું એનું તમાંરે બધાએ કાળજીથી પાલન કરવું, જેથી તમે જીવતા રહો, તમાંરી વંશવૃદ્વિ થાય અને તમાંરા પિતૃઓને યહોવાએ જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે, તેમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લઈ શકો. યાદ રાખો કે તમને નમ્ર બનાવવા, તમાંરી કસોટી કરવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ, એ જાણવા માંટે તમાંરા દેવ યહોવાએ આ ચાળીસ વર્ષ સુધી તમને રણમાં ઠેર ઠેર ફેરવ્યા. અને હા, તેણે તમને દુ:ખી કર્યા અને તમને ભૂખ્યા જવા દીધા, અને તમને નમ્ર બનાવ્યા. ત્યા તેણે તમને માંન્ના ખાવા આપ્યું જેને તમે કે તમાંરા પિતૃઓએ પહેલાં જોયું નહતું, તેણે તમને ફકત માંન્નાથી પોષ્યાં. તે રીતે તે તમને અનુભવ કરાવવા માંગતા હતા કે માંણસ ફકત રોટલીથી જીવીત રહેતો નથી. લોકોનુ જીવન યહોવાએ તેમને આપેલ વચનો પર આધારિત છે. આ ચાળીસ વર્ષ દરમ્યાન તમાંરા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયાં નથી કે નથી તમાંરા પગ ફુલી ગયા. એટલે આ વાત તમે હૃદયમાં કોતરી રાખજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખવા શિક્ષા કરીને કેળવે છે તેમ તમાંરા દેવ યહોવા તમને શિસ્તમાં રાખી કેળવતા હતા.

“તેથી તમે લોકો તમાંરા યહોવા દેવના નિયમોનું પાલન કરો. તેમને ચીંધેલા માંર્ગે ચાલો અને તેમની બીક રાખો. કારણ કે તમાંરા દેવ યહોવા તમને એક સમૃદ્વ ભૂમિમાં લઈ જઈ રહ્યા છે, જયાં પુષ્કળ નદીઓ અને અનેક ઝરણાં ફૂટી નીકળીને પર્વતોમાં અને ખીણમાં વહે છે. જયાં ઘઉ, અને જવ પાકે છે, દ્રાક્ષ, અંજીર દાડમ પણ થાય છે, તથા જે જૈતૂન તેલ અને મધનો પ્રદેશ છે. એ એવો પ્રદેશ છે જયાં ખાવાની કોઈ ખોટ નથી, વળી કોઈ વસ્તુની ખોટ પણ નથી, તેમ જ પથ્થરની જેમ ત્યાં ખડકોમાં પુષ્કળ લોખંડ છે અને ટેકરીઓમાં તાંબાની ખાણો પથરાયેલી છે. 10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો ત્યારે તમાંરા યહોવા દેવે જે સમૃદ્વ ભૂમિ તમને આપી છે તે માંટે તમે તમાંરા દેવ યહોવાનો આભાર માંનશો.

દેવનાં કાર્યો ભૂલો નહિ

11 “પરંતુ ખબરદાર! આ વખતે તમાંરા દેવ યહોવાને ભૂલી ન જશો. પુષ્કળ સમૃદ્વિને કારણે યહોવા દેવને ભૂલી ન જતા. અને હું તમને એમના જે કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ સંભળાવું છું તેનું પાલન કરવાનું રખેને ચૂકતા, 12 જયારે તમે ભરપેટ ખાઈને તૃપ્ત થાઓ અને સારા બાંધેલાં મકાનોમાં રહેતા થાઓ, 13 અને જ્યારે તમાંરા ઘેટાં અને ઢોરઢાંખરની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમાંરી પાસે સોનું અને ચાંદી થાય, અને જ્યારે તમાંરી પાસે બધી વસ્તુઓ ઘણી માંત્રામાં થાય. 14 ત્યારે અભિમાંનમાં છકી ન જશો અને ગુલામીના દેશ મિસરમાંથી તમને બહાર લાવનાર તમાંરા દેવ યહોવાને ભૂલી ન જશો. 15 રખે તમે એ દેવ યહોવાને ભૂલી જતા જે તમને ઝેરી સાપ તથા વીંછીઓથી ભરેલા વિશાળ અને ભયંકર રણમાં જઈને, સૂકાભટ નપાણિયા પ્રદેશમાં જઈને તમને દોરી લાવ્યા, કઠણ ખડકમાંથી એમણે તમાંરા માંટે પાણી વહેતું કર્યું, 16 અને તમાંરા પિતૃઓએ કદીય જોયું ન્હોતું એવું માંન્ના તમને અરણ્યમાં ખાવા આપ્યું; આમ તમાંરી કસોટી કરીને તમાંરું અભિમાંન ઉતારીને અંતે તો તમાંરું ભલું જ કર્યું. 17 તમાંરે તમાંરા મનમાં એવું કદીયે વિચારવું નહિ કે ‘આ સમૃદ્ધિ મેં માંરા ભૂજબળ અને ઉધમથી જ મેળવી છે.’ 18 હંમેશા સતત સ્મરણમાં રાખો કે તમને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંટેનું બળ આપનાર તો એ જ છે; અને એ રીતે તમાંરા પિતૃઓને આપેલું વચન એ પૂર્ણ કરે છે.

19 “જો તમે તમાંરા દેવ યહોવાને ભૂલી જશો અને અન્ય દેવો તરફ વળશો અને પગે પડીને તેમની પૂજા કરશો તો હું તમને આજે સખત ચેતવણી આપી સાવધાન કરું છું કે તમે અચૂક વિનાશ પામશો. 20 કારણ જો તમે યહોવા તમાંરા દેવને અનુસરવાનું બંધ કરો, તો તે તમાંરો નાશ તે લોકોની જેમ કરશે જે તમાંરા શત્રુઓ છે.