Add parallel Print Page Options

યોહાનનું લોકોને ઈસુ વિષે કહેવું

(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17)

19 યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા. યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા, “તું કોણ છે?” 20 યોહાન સ્પષ્ટ બોલ્યો. યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ, યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું, “હું ખ્રિસ્ત નથી.” યોહાને લોકોને આ વાત કહી.

21 યહૂદિઓએ યોહાનને પૂછયું, “તો પછી તું કોણ છે? તું એલિયા છે?”

યોહાને ઉત્તર આપ્યો, “ના હું એલિયા નથી.”

યહૂદિઓએ પૂછયું, “તુ પ્રબોધક છે?”

યોહાને ઉત્તર આપ્યો, “ના હું પ્રબોધક નથી.”

22 પછી તે યહૂદિઓએ કહ્યું, “તું કોણ છે? અમને તારા વિષે કહે. જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ, તું તારા માટે શું કહે છે?”

23 યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા,

“હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું;
    ‘પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો.’” (A)

24 આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા. 25 આ માણસોએ યોહાનને કહ્યું, “તું કહે છે કે તું ખ્રિસ્ત નથી. તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી. પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે?”

26 યોહાને ઉત્તર આપ્યો, “હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી. 27 તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે, હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી.”

28 યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની. આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો.

Read full chapter